- અન્ન ભોજન
આ મંદિર માં ૫૦થી વધુ સાધુ સંતો રહે છે. જેમને નિ:શુલ્ક રહેઠાણ અને જમવાનું પૂરું પાડવામાં આવે છે. તેમજ અવાર નવાર બ્રહ્મભોજન તેમજ કેટલાક ભક્તજનો ને નિ:શુલ્ક ભોજન કરાવવામાં આવે છે. તેમજ સૌથી ખાસ વાત એ છે કે આ મંદિરમાં સાત્વિક ભોજન સાધુ સંતો ના હાથે બનાવવામાં આવે છે. અહીં સાધુ સંતો દ્વારા બનાવેલ અને પરોસવામાં આવેલ ભોજન સાથે રામધૂન બોલાવવામાં આવે છે.ભક્તજનો સાત્વિક ભોજન થી ખૂબ જ સંતોષ પામે છે અને ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. અહીં ભાતને મહાપ્રસાદ તથા અપોષણ અને રોટલી ને ફુલકા જેવા નામોથી સંબોધિત કરવામાં આવે છે. અહીં પુરુષોત્તમ તેમજ શ્રાવણ મહિનામાં વન ભોજન માટે આવેલ મહિલાઓને પણ બાપુ એના હાથે પીરસે છે અને પોતે બનાવેલું ભોજન પરોસાય છે.
- ધાર્મિક વિધિ
જીથુદી મંદિરમાં ઘણી બધી પૂજા વિધિ પણ કરાવવામાં આવે છે.પુરા શ્રાવણ મહિનામાં અહીં બ્રાહ્મણ ના હાથે લઘુરુદ્ર થાય છે.અહીં ઘણી બધી ધાર્મિક વિધિઓ જેવી કે અતિરુદ્ર, લઘુરુદ્ર તેમજ રામાયણ ના પાઠ તો ચાલુ જ હોય છે. જીથુડી જગ્યાનો એક ભાગ ભક્ત ચેલૈયા ધામ થી બીલખા માં પ્રખ્યાત છે. જ્યાં લક્ષ્મીનારાયણ નું મંદિર આવેલું છે. અહીં ઘણા બધા તહેવારો ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તથા ઘણા બધા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે.
આ જીથુડી દાદા નુ મંદિર તથા ચેલૈયા ના મંદિર ને ખૂબ જ પાવન અને સુપ્રસિદ્ધ કરવામાં મહંત શ્રી પરમ પૂજનીય રામદયાદાસ બાપુ તેમજ રામરૂપબાપુ નું વિશિષ્ટ યોગદાન રહેલું છે. તેમજ તેમની રાત દિવસ સેવાની લીધે આ જગ્યા ખૂબ જ પાવન અનેક પવિત્ર બને છે.
બાપુની આ મહાનતા ને લીધે ભક્તજનો નો ખુબ જ આદર સત્કાર મળયો છે. ચેલૈયા ની આ જગ્યાએ ડાયરો તેમજ ઘણા બધા વિશેષ કાર્યો કરવામાં આવે છે.
- પાર્થિવ પૂજા
મહંત શ્રી પરમ પૂજનીય રામદયાદાસ બાપુ અને રામરૂપ બાપુએ 100000 શિવલિંગની પાર્થિવ પૂજા ની પણ સેવા કરેલ છે. અને ભક્તજનો ને પણ આ વિશેષ પુજાનો લહાવો આપેલ છે. આ જગ્યા ઉપર અષ્ટમી પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
- જીજ્ઞેશદાદા
સ્વયંમ જીગ્નેશ દાદા પણ અહીં દર્શનાર્થે આવેલ છે. અને બાપુ સાથે ધાર્મિક વિચારણા કરેલ છે. અહીં વિશાળ પાયે કથાનું મહા આયોજન કરેલું હતું પણ કોરોના કાળ ને લીધે મુલતવી રાખવામાં આવ્યું. દિવસ રાત સેવા આપી રહેલા બાપુ હંમેશા જીતુડી દાદાની જગ્યાનો પ્રચાર થાય તેમજ આ જગ્યાને અતિ પવિત્ર અને પાવન થાય એ કોશિશમાં લાગી રહેલા હોય છે.
- ગૌ-શાળા
જીથુડી મંદીરની ખુબ જ મોટી ગૌ-શાળા પણ આવેલી છે. જ્યાં વિશાળ પ્રમાણમાં ગાયોનો પણ સમાવેશ થાય છે જેની પણ ખૂબ જ મનથી સેવા કરવામાં આવે છે. અહીં ની ગાયો ખૂબ જ તંદુરસ્ત અને હુષ્ટ પુષ્ઠ છે. અહીંની ગૌશાળા પણ ખૂબ જ વિશાળ અને રમણીય છે. સૌથી મોટી વાત એ છે કે અહીં ગાયનું દૂધ છાશ ઘી માખણ બધું જ ભોજન માં વાપરવામાં આવે છે તેનું કોઈપણ પ્રકારનું વેચાણ થતું નથી.
No comments:
Post a Comment